યુનિકોડ ફોન્ટ્સ શું છે?
યુનિકોડ ફોન્ટ્સમાં જે અક્ષરો (characters) હોય છે તે યુનિકોડ કોડ વતી સોંપેલા હોય છે. એક લાભ એ છે કે ANSI કોડ કરતાં ઝાઝા અક્ષરો યુનિકોડ ફોન્ટ્સમાં સમાવેશ કરી શકાય. અંગ્રેજીના કીબોર્ડમાં કી છે તેના કરતાં ગુજરાતી અક્ષરો વધારે છે. તે માટે બધા ગુજરાતીના અક્ષરો અંગ્રેજી કીબોર્ડમાં સોંપી ના શકાય. અને અર્ધા અક્ષરો સાથે આખા અક્ષરો જોડાયેલા અક્ષરો સોંપવા તે અસંભવ છે. પરંતુ યુનિકોડ ફોન્ટ્સ વતી તે સહેલાઈથી લખી શકાય છે જ્યારે ANSI કોડ વતી અઘરું છે.
યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ (scripting) કરે છે તો આપ જે ટાઈપ કરો છો ત્યારે યુનિકોડ સ્ક્રિપ્ટીંગ ટાઈપ કરેલું ચકાશીને યોગ્ય બદલી કરે છે. માટે અર્ધા અક્ષરો લખવા સહેલું છે કારણ કે 'પ ુ' લખો ત્યારે આપમેળે 'પુ' થઈ જાય છે અને 'પ િ' લખો તો 'પિ' આપમેળે થઈ જાય અને 'શ ્ ચ' લખો તો 'શ્ચ' થઈ જાય છે. યુનિકોડ આધાર 'OS'માં જ હોય છે માટે ગમે તે પ્રોગ્રામમાં યુનિકોડ ફોન્ટ્સ વતી લખી શકો.
શ્રુતિ ફોન્ટ શું છે?
શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ ફોન્ટ છે જેનામાં અંગ્રેજીના અક્ષરો પણ છે. એક યુનિકોડ ફોન્ટમાં ઘણી ભાશાના અક્ષરો હોય શકે. શ્રુતિ ફોન્ટ વીન્ડોઝ XP, Vista, અને 7માં સ્થાપિત કરેલો હોય જ છે; ગુજરાતી ભાશા આધાર સ્થાપિત ના કર્યો હોય તો પણ શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય છે. એટલા માટે ગુજરાતી ભાશા આધાર વગર ગુજરાતી વાંચી શકશો પણ ટાઈપ નહિ કરી શકો. આપ શ્રુતિ ફોન્ટ સ્થાપિત છે કે નહિ તે c:\windows\fonts\ ફોલ્ડરમાં જઈને તપાસ કરી શકો છો. બીજો ગુજરાતી યુનિકોડ ફોન્ટ છે Arial Unicode MS જે માઈક્રોસોફ્ટ ઑફીસ સાથે આવે છે પણ ઑફીસ સ્થાપિત કરો ત્યારે સ્થાપિત કરવા માટે પસંદ કરવો પડે છે નહિ તો સ્થાપિત નહિ થાય. આ ફોન્ટમાં ઘણી ખરી ભાશાઓના અક્ષરો છે.
- શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ ફોન્ટ છે. શ્રુતિ જેવા બીજા ગુજરાતીના ફોન્ટ છે Arial Unicode MS, Lohit Gujarati.
- વીન્ડોઝમાં શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય જ છે પણ ટાઈપ કરવું હોય તો ગુજરાતી ભાશા આધાર સ્થાપિત કરવો પડે છે.
- શ્રુતિ ફોન્ટ પ્રાપ્ત કરવા માટે વીન્ડોઝની સ્થાપણા CD (installation CD) જોઈએ. તેમાંથી ફોન્ટ કૉપી કરી શકાય.
- યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ ફોન્ટ્સ હોય છે તો આપ જે ટાઈપ કરો તેને ચકાશીને આપમેળે જ યોગ્ય બદલી કરે છે; માટે અર્ધા અક્ષરો ટાઈપ કરવા સુલભ બની જાય છે.
- શ્રુતિ ફોન્ટ કીબોર્ડ લેઆઉટ વીન્ડોઝમાં અને લીનક્ષમાં આવે છે પણ કીબોર્ડ લેઆઉટ બદલી શકાય છે અથવા પોતાનું પણ રચી શકાય છે.
- અંગ્રેજી કીબોર્ડ દ્વારા ગુજરાતી ટાઈપ કરવું હોય તો 'ગુજરાતી ફોનેટીક કીબોર્ડ' ઉત્કૃષ્ટ ઉપાય છે.
શ્રુતિ ફોન્ટ વતી ગુજરાતી લખવા માટે શું જોઈએ?
જેમ અગાઉંથી કહ્યું તેમ શ્રુતિ ફોન્ટમાં બે ભાશાઓ છે : ગુજરાતી અને અંગ્રેજી. માટે માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ ફોન્ટ પસંદ કરશો તો અંગ્રેજી લખાશે પણ અંગ્રેજીથી ગુજરાતી ભાશા બદલશો તો ગુજરાતીમાં લખાશે. ગુજરાતી ભાશા એક્ટિવ કરવાથી ગુજરાતીની કીબોર્ડ લેઆઉટ થઈ જશે.
Windows XPમાં પહેલાં ગુજરાતી આધાર સ્થાપિત કરવો પડે છે. પછી ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરી શકાય છે. Windows Vistaમાં અને Windows 7માં ફક્ત ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરવાનાં હોય છે. વધુ માહિતી માટે ક્લિક કરો