શિષ્યવૃત્તિ તૈયાર કરતા પહેલા આપે વિદ્યાર્થી પ્રોફાઇલ અપડેટ કરવી પડશે. આ માટે નીચેના સ્ટેપ અનુસરો.
- શિક્ષક મેનુ હેઠળ વિદ્યાર્થી પ્રોફાઇલ પર ક્લિક કરો.
- આ પ્રોફાઇલમાં વયપત્રકમાંથી જે ચાલુ નામ હોય તેને ઉમેરવા માટે મેનુમાંથી “વયપત્રકમાંથી ચાલું નામ પ્રમાણે પ્રોફાઇલ અપડેટ કરો” બટન ક્લિક કરો.
- ડાયલોગબોક્ષમાં જો પ્રોફાઇલમાં નામ ઉમેરવા પડે એમ હોય કે દૂર કરવા પડે એમ હોય તો નીચે બટન બતાવશે. તેને ક્લિક કરતા પ્રક્રિયા પૂર્ણ થશે. “વિદ્યાર્થીયાદી બરાબર છે.” મેસેજ દેખાશે.
- હવે ડાબી બાજુ ધોરણવાઇઝ વિદ્યાર્થીનું લિસ્ટ દેખાશે. દરેક ધોરણમાં નામ સામે રોલ નંબર આપો. હાજરી પત્રકમાં આ રોલ નંબર પ્રમાણે નામ ગોઠવાશે.
- જમણી બાજુના ફોર્મમાં પ્રોફાઇલની માહિતી ભરો.
- શિષ્યવુત્તિ કેટેગરીમાં જે કેટેગરીમાં વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળતી હોય તે લિસ્ટમાંથી સિલેક્ટ કરો. જો લિસ્ટમાં તે કેટેગરી નન હોય તો નવી કેટેગરી ઉમેરવા લિસ્ટના છેડે + ની નિશાની ક્લિક કરી નવી કેટેગરી ઉમેરો. શિષ્યવૃત્તિ દરખાસ્તમાં આ કેટેગરી મુજબ નામ ઉમેરાશે.
શિષ્યવૃત્તિ દરખાસ્ત બનાવવા નીચેના સ્ટેપ અનુસરો.
- વયપત્રક અને વિદ્યાર્થી પ્રોફાઇલ બનાવ્યા બાદ મેનુ પર “શિષ્યવૃત્તિ દરખાસ્ત” પર ક્લિક કરો.
- મેનુ પરથી “દરખાસ્ત ઉમેરો” બટન ક્લિક કરો. ખુલતા ડાયલોગબોક્ષમાં દરખાસ્તનું નામ લખો. શિષ્યવૃત્તિની કેટેગરી સિલેક્ટ કરો. આ કેટેગરી મુજબ વિદ્યાર્થીપ્રોફાઇલમાં જે વિદ્યાર્થી આ કેટેગરીમાં હશે તે નામ ઉમેરાશે. શૈક્ષણિક વર્ષ, ધોરણની વિગતો આપો. શિષ્યવૃત્તિ અને ગણવેશમાંથી જે સહાય માટેની દરખાસ્ત હોય તેને ક્લિક કરી તેની આગળ ખરાની નીશાની લાવો. “દરખાસ્ત ઉમેરો” ક્લિક કરો.
- ડાબી બાજુ દરખાસ્ત ઉમેરેલી દેખાશે. હવે નવી ઉમેરાયેલી દરખાસ્તમાં નામ ઉમેરવા ડાબી બાજુ તે દરખાસ્ત સિલેક્ટ છે તેની ખાતરી કરો. મેનુમાંથી વિદ્યાર્થી પ્રોફાઇલમાંથી નામ ઉમેરો ક્લિક કરતા તે કેટેગરીના તમામ નામ ઉમેરાશે.
- સામાન્ય માહિતી ભરવા માટે ફોર્મ દેખાશે. જેમાં ભરેલી માહિતી તમામ નામમાં ઉમેરાશે.
- હવે ઉમેરેલા નામની અન્ય વિગતો ઉમેરો અને Save કરી લો.
- દરખાસ્તને પ્રિન્ટ કરવા મેનુમાંથી “દરખાસ્ત પ્રિન્ટ કરો” બટન ક્લિક કરતા આપને પ્રિવ્યુ દેખાશે. આ પ્રિવ્યુમાં જો આપને પેઇઝનું સટિંગ અનુકુળ ન હોય તો પેઇઝની સાઇઝ અને અન્ય સેટિંગ આપી પ્રિન્ટ કરી શકશો.
- છેલ્લા પ્રિન્ટ લેઆઉટમાં જો આપ સુધારા કરી પ્રિન્ટ કરવા માગતા હો તો આ દરખાસ્તને Excelમાં એક્ષ્પોર્ટ કરવા પ્રિવ્યુ મેનુમાંથી Export ગ્રુપમાંથી એક્ષ્પોર્ટ લિસ્ટમાંથી XLSX File સિલેક્ટ કરશો તો દરખાસ્તની Excel ફાઇલ બની જશે. જેમાં જરૂરી સુધારા કરી પ્રિન્ટ કરી શકશો.