પુસ્તકોની ડેટાએન્ટ્રી કરવી......
- $1· શિક્ષક મેનુ હેઠળ પુસ્તક રજીસ્ટર ઓપન કરો.
- $1· આપના પુસ્તકાલયના તમામ પુસ્તકોની માહિતીની ડેટાએન્ટ્રી કરી દો. દરેક પુસ્તકની ઓળખાણ માટે પુસ્તક નંબર આપી દો.
- $1· પુસ્તકની સ્થિતિમાં યોગ્ય સ્થિતિ સિલેક્ટ કરી લો.
- $1· પુસ્તકોને કેટેગરી પ્રમાણે ગોઠવવા કેટેગરી સિલેક્ટ કરો. જો નવી કેટેગરી ઉમેરવી હોય તો છેડે આપલ “+” બટન ક્લિક કરો. આપને કેટેગરીનું લિસ્ટ દેખાશે આપ તેમાં કેટેગરી ઉમેરી શકશો.
-
- $1· કેટેગરી દૂર કરતા પહેલા તે કેટેગરીના તમામ પુસ્તકો માટે અન્ય કેટેગરી સિલેક્ટ કરી પછી જ કેટેગરી દૂર કરો. અન્યથા દૂર કરેલી કેટેગરીના પુસ્તકો રજીસ્ટરમાં દેખાશે નહિ.
- $1· તમામ પુસ્તકો માટે લેબલ પ્રિન્ટ કરી પુસ્તક પર ચોંટાડી દો.
- $1· આપ રેકર્ડ માટે કેટેગરી પ્રમાણે કે સળંગ પુસ્તકોની યાદી પ્રિન્ટ કરી શકો છો.
- $1· નોંધઃ જો પુસ્તક ફાટી જાય કે ખોવાઇ જાય ત્યારે તેની સ્થિતિ પુસ્તક રજીસ્ટરમાં નોંધવી. તેને દૂર કરવું નહી. અન્યથા તે પુસ્તક ઇસ્યુ કર્યાની નોંધ પુસ્તક ઇસ્યુ રજીસ્ટરમાં હોય તો તે દેખાશે નહી.
- $1· પુસ્તકની સ્થિતિ મુજબ રજીસ્ટરમાં રંગ બતાવશે. પુસ્તક ઇસ્યુ કરાતા તેની સ્થિતિ રજીસ્ટરમાં બદલાઇ જશે.
પુસ્તક ઇસ્યુ કરવા.....
પુસ્તક ઇસ્યુ કરવા માટે આપને બે પ્રકારના મોડ્યૂલ આપેલ છે. જ્યારે વિદ્યાર્થીઓને પુસ્તક ઇસ્યુ કરવા હોય ત્યારે “વિદ્યાર્થી પુસ્તક ઇસ્યુ રજીસ્ટર” અને શિક્ષકો કે અન્ય વ્યક્તિને ઇસ્યુ કરતી વખતે “સામાન્ય પુસ્તક ઇસ્યુ રજીસ્ટર”માં નોંધ કરવી.
- પુસ્તક ઇસ્યુ રજીસ્ટર ઓપન કરો.
- વિદ્યાર્થી પુસ્તક પસંદ કરે તેનો નંબર પુસ્તકના નામમાં ટાઇપ કરતા પુસ્તકોનું ફિલ્ટર થયેલું લિસ્ટ દેખાશે. તેમાંથી પુસ્તક સિલેક્ટ કરી લો.
- નોંધઃ જો પુસ્તક ઉપલબ્ધ નહિ હોય તો આપ ઇસ્યુ કરી શકશો નહી. પુસ્તકના લિસ્ટમાં ફક્ત ઉપલબ્ધ પુસ્તકો જ દેખાશે.
- વિદ્યાર્થીનું નામ સિલેક્ટ કરવા નામ ટાઇપ કરવાની શરૂઆત કરતા ફિલ્ટર થયેલ વયપત્રકનું લિસ્ટ દેખાશે. જો સામાન્ય ઇસ્યુ રજીસ્ટરમાં એન્ટ્રી કરતા હશો તો તેમાં નામ ટાઇપ કરો.
- Ctrl + Q કીદબાવતા પુસ્તક ઇસ્યુની એન્ટ્રી લાલ રંગથી નોંધાશે.
પુસ્તક પરત લેવા....
જ્યારે પુસ્તક પરત મળ્યાની એન્ટ્રી કરવી હોય ત્યારે પુસ્તકનો નંબર ફીલ્ટર રોના પુસ્તક નંબરના સેલમાં ટાઇપ કરો. રજીસ્ટર ફિલ્ટર થશે. એન્ટ્રી સિલેક્ટ કરો. આપ Ctrl કી દબાવી રાખી એક કરતા વધુ એન્ટ્રી એકસાથે સિલેક્ટ કરી શકો છો.
Ctrl + R કી દબાવતા પુસ્તક પરતની એન્ટ્રી થશે અને રો લીલા રંગની બનશે.
પુસ્તક ઇસ્યુ રજીસ્ટરની પ્રિન્ટ કરવી....
પુસ્તક ઇસ્યુ રજીસ્ટર પ્રિન્ટ માટે પ્રિન્ટ પ્રિવ્યુ વિન્ડોમાં આપને ઘણા વિકલ્પો આપેલ છે.
ડાબી બાજુના વિકલ્પો સેટ કરી Submit બટન ક્લિક કરતા યાદી ફિલ્ટર થાય છે. આ વિકલ્પો વડે ધોરણવાર અને સમયગાળા પ્રમાણે ઇસ્યુ રજીસ્ટર પ્રિન્ટ કરી શકાય છે.
વિદ્યાર્થી પ્રમાણે ઇસ્યુ રજીસ્ટર પ્રિન્ટ...
આ મેનુ વડે આપ ક્યા વિદ્યાર્થીએ ક્યા ક્યા પુસ્તકો વાંચ્યા છે? તે યાદી પ્રિન્ટ કરી શકાય છે. ડાબી બાજુના વિકલ્પો સેટ કરી Submit બટન ક્લિક કરતા યાદી ફિલ્ટર થાય છે.
સિલેક્ટેડ એન્ટ્રી પ્રિન્ટ કરવી.....
પુસ્તકની યાદી કે ઇસ્યુ રજીસ્ટરમાં સિલેક્ટેડ એન્ટ્રી પ્રિન્ટ કરવા એન્ટ્રીની આગળ આપેલ ચેકબોક્ષ ક્લિક કરી તેમાં ખરાંની નિશાની કરવી. આ સિલેક્શન ફક્ત પ્રિન્ટ માટે જ છે.