ખાસિયતોઃ
- 1. SCEના લેટેસ્ટ પરિરૂપ પ્રમાણે તમામ પત્રકોનો સમાવેશ.જેમાં પરિશિષ્ટ-અ, બ, ક તેમજ અન્ય પત્રકો તથા પ્રગતિપત્રકો.
- 2. 90 વિદ્યાર્થી સુધીનો સમાવેશ થઇ શકશે.
- 3. ફક્ત પીળા રંગના ખાનામાં માહિતી ભરો અને સંબંધિત તમામ પત્રકોમાં તે માહિતી પહોંચી જશે.
- 4. પરિશિષ્ટ-અ માં નિશાનીઓ લિસ્ટમાંથી સિલેક્ટ કરી શકશો. તમામ નિશાનીઓની ગણતરી તથા 40માંથી ગુણ આપોઆપ ગઇ જશે.
- 5. પ્રગતિપત્રક સિવાયના તમામ પત્રકો Legal સાઇઝના પેપરમાં પ્રિન્ટ કરી શકશો. ઉપરાંત તમે જાતે પ્રિન્ટ સેટઅપ કરી શકશો.
- 6. ગુજરાતીમાં નામ શ્રુતિ ફોન્ટથી લખવાના છે. ફોન્ટ બદલાવી શકશો નહિ. અનુકુળતા મૃજબ ફોન્ટ નાના-મોટા કરી શકશો.
ઉપયોગઃ
$ 1. સૌપ્રથમ ડેટાએન્ટ્રી ફોર્મમાં શાળાની માહિતી તથા વિદ્યાર્થીના નામ અને અન્ય વિગતો ભરો. આ નામ અન્ય તમામ પત્રકોમાં આવી જશે. SchoolPro વાપરતા મિત્રો વિદ્યાર્થી પ્રોફાઇલમાંથી વિદ્યાર્થીની વિગતો મેળવી શકશે.
$ 2. પરિશિષ્ટ – અ માં દરેક વિષયના બંને સત્રના ફોર્મેટમાં જેટલા હેતુઓ લીધા છે તે ઉપર હેતુના ખાનામાં તેનો નંબર લખવો. જો 20 કરતા ઓછા હેતુ હોય તો વધારાના ખાના ખાલી રાખવા. હેતુના જેટલા ખાના ભરેલા હશે તે અનુસાર કુલગુણની ગણતરી થશે. હવે દરેક વિદ્યાર્થી માટે પત્રકમાં ત્રણ લાઇનમાં ત્રણ પ્રકારની નિશાની કરવાની વ્યવસ્થા છે. ઉપરની લાઇનમાં જો X ની નિશાની કરવાની હોય તો તે આ લાઇનમાં કરવી. તેમજ વચ્ચે ? તથા નીચે √ ની નિશાની કરવી. જો એકથી વધારે નિશાની કરવાની હોય તો 2X, 3X કે 2?, 3? કરવી.
1X |
1? |
√ |
$ 3. પરિશિષ્ટ – બ માં 40 વિધાનો પૈકી પીળા ખાનાના વિધાનો આપની ઇચ્છા મુજબ બદલી શકશો. સત્ર પ્રમાણે દરેક વિધા માટે 10માંથી ગુણ આપો.
$ 4. પ્રથમ અને દ્ધિતિય લેખિત કસોટી તથા સ્વઅધ્યયનના ગુણ માટે અલગ ફોર્મેટ આપેલ છે તેમાં ડેટાએન્ટ્રી કરવી. જરૂર હોય તો આ પત્રકોની પ્રિન્ટ કરવી.
5. પરિશિષ્ટ – ક માં કોઇ માહિતી ઉમેરવાની નથી. તમામ માહિતી અન્ય પત્રકોમાંથી આપોઆપ ભરાઇ જશે. વર્ષાંતે તેને પ્રિન્ટ કરવી.
6. પ્રગતિપત્રક એક પેઇઝમાં બે પત્રક પ્રિન્ટ કરવાના હોઇ ઉપર બંને અલગ રોલનંબર સિલેક્ટ કરતા તે નંબર પ્રમાણે પત્રકમાં માહિતી સેટ થશે. ત્યારબાદ તેની પ્રિન્ટ કરી લેવી.
સુધારો - તા. 04-10-2015
- પ્રગતિપત્રકમાં ગુણપત્રકમાં નામ આવતું નહોતું. તે લિંક સુધારાઇ.
- પરિશિષ્ટ-અમાં ગણિતમાં X નિશાનીની કુલ સંખ્યા દર્શાવાતી નહતી તે સુધારાઇ.
સુધારો - તા. 01-10-2015
- પ્રગતિપત્રકમાં ગ્રેડ અને ગુણની લિંક ખોટી હતી. તે લિંક સુધારાઇ..
સુધારો - તા. 27-09-2015
- પરિશિષ્ટ-ક માં ગુજરાતીમાં પ્રથમ લાઇનમાં આંકડા દેખાતા ન હતા. તે લિંક સુધારાઇ..
- શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન (ધો-6 થી 8)
Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન ધો-6-7-8 (2015-16)... (9516 Downlaods)
File Format = xlsx(Excel 2007) Size = 2.2 MB
Link 1 - Download શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન માર્ગદર્શિકા... (2458 Downlaods)
File Format = pdf Size = 157 KB
Download હેતુઓ ધોરણ-7 (2807 Downlaods)
File - pdf Size - 934 KB (By GUNVANT PRAJAPATI)
Download હેતુઓ ધોરણ-6 (2409 Downlaods)
File - pdf Size - 534 KB (By GUNVANT PRAJAPATI)
Download હેતુઓ ધોરણ-8 (2461 Downlaods)
File - pdf Size - 1 MB (By GUNVANT PRAJAPATI)