
Naresh Dhakecha
મુખ્ય વિશેષતાઓ
- તમામ શાળાકીય રેકર્ડને ડિઝિટલ સ્વરૂપે સંગ્રહ કરે છે.
- માહિતીનો કાયમી સંગ્રહ થાય છે.
- હાલની આધુનિક ટેકનોલોજી અને પ્રોગ્રામિંગ લેંગ્વેજના ઉપયોગથી સોફ્ટવેરનું નિર્માણ થયેલ છે.
- સંપૂર્ણપણે ગુજરાતી ઇન્ટરફેસ હોવાથી વપરાશમાં એકદમ સરળ છે.
- 60 થી પણ વધુ પત્રકો પ્રિન્ટ કરી શકાય છે.
SMC દ્વારા દર મહિતે આપવાની થતી માહિતી માટેના પત્રકો 1 થી 9 આપેલ છે. પ્રથમ પત્રકમાં શાળા, ક્લસ્ટર, બ્લોક, જિલ્લો તથા વર્ષ-માસની વિગતો આપો. અન્ય પત્રકોમાં આ સામાન્ય માહિતી આપોઆપ આવી જશે. પત્રકો પ્રિન્ટ કરો.
પ્રજ્ઞા - પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન. આ નવા અભિગમમાં પ્રજ્ઞા વર્ગ માં કરવા જેવી પ્રવૃત્તિની સામગ્રી તથા પત્રકો માટેની સામગ્રી અહિં મૂકવામાં આવી છે. જે આપને પણ ઉપયોગી નીવડશે.
અહીં ગુજરાતનો ઈન્ટરએક્ટિવ નકશો આપેલ છે. આ નકશામાં જિલ્લા પર કર્સર લઇ જતાં જિલ્લો ઝૂમ થાય છે. અને તાલુકાના નામ દેખાય છે.
અહિં ધોરણ 6 થી 8 માં આવતા કાવ્યોનો સંગ્રહ આપેલો છે. તમામ કાવ્યો mp3 ફાઇલ સ્વરૂપે આપેલ છે. ડાઉનલોડ કરવા માટે લોગઇન થવું જરૂરી છે. તો ડાઉનલોડ કરો અને બાળકોને કાવ્ય સંભળાવો અને ગવડાવો.
અહિં 2014-15ના હિસાબી વર્ષ માટે આવકવેરાનું ફોર્મ આપેલ છે. આ ઓટોમેટેડ ફોર્મમાં ફક્ત પીળા ખાનામાં માહિતી ભરો. અન્ય સંબંધિત માહિતી આપોઆપ ભરાશે. પ્રથમ ‘પગારની વિગત’ શીટમાં વાર્ષિક આવકના આંકડા ભરો, અન્ય આવક અને કપાત ડીક્લેરેશન ફોર્મમાં ભરો. જેના એકંદર આંકડા આવકવેરા ફોર્મ શીટ ‘જાતઆકારણી ફોર્મ' અને 'FORM-16'માં આવી જશે. આ શીટમાં ગુજરાતી તેમજ અંગ્રેજીમાં ફોર્મ નં-16 આપેલ છે. આ શીટમાં જરૂરી માહિતી ભરો. ત્યારબાદ (1)પગારની વિગત (2) ડીક્લેરેશન ફોર્મ (3) જાતઆકારણી ફોર્મ તથા (3) ફોર્મ નં – 16 પ્રિન્ટ કરો.
29 મુદ્દાનું આધાર ડાયસ ફોર્મ આપેલ છે. માહિતી ભરી સરળતાથી Legal પેઇઝમાં પ્રિન્ટ કરો.
અહિં ડાયસ ફોર્મ ભરવા માટે ખ્રબજ ઉપયોગી બને તેવું વિદ્યાર્થી Age Calculator આપેલ છે. વર્ગના વિદ્યાર્થીઓની જન્મતારીખ લખો. વયજૂથ મુજબની તારીજ આપોઆપ મળી જશે.
નમસ્કાર મિત્રો ,અહી મુકેલ ટૂલબાર શિક્ષણ જગત સાથે જોડાયેલી વેબસાઇટ,બ્લોગ વગેરે નો સમાવેશ કરવામાં આવ્યો છે . જેના દ્વારા તમે એક જ સ્થળે થી શિક્ષણ ની બધી માહિતી મેળવી શકશો . હજુ આ ટૂલબાર ને શણગાર કરવાનું કામ ચાલુ છે .તમે ફ્રી ડાઉનલોડ કરી ને તમારા બ્રાઉજર માં એને રાખી શકો છો .જેથી શિક્ષણ ના બ્લોગ ને સરળતા થી ઓપન કરી શકો.આ ટૂલબાર બનાવાનો મુખ્યહેતુ શિક્ષણ ઉપયોગી માહિતી ને એક જ મંચ થી મેળવી શકાય તે માટે નો છે.સો ડાઉનલોડ કરો અને અપડેટ મેળવતા રહો.આ ટૂલબાર ફાયર ફોક્સ , crome,ie,બ્રૌસર માં સપોર્ટ કરશે .આભાર . ।
શિક્ષક મિત્રો, અહિં એક ફ્લેશ ગેમ આપેલી છે. આ ગેમમાં અલગ-અલગ વિષયો માટે પ્રવૃત્તિ થઇ શકે તેવી કેટલીક વિડિયો ગેમ્સ આપેલી છે. આ ગેમ્સના નિર્માતા શિક્ષકશ્રી રમેશકુમાર જે. મહેશ્વરી દ્વારા ખૂબ જ સુંદર રીતે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી શિક્ષણકાર્યને રસપ્રદ બનાવવાનો પ્રયાસ થયો છે. તો આપણે તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ અને તેના આ ઉમદા કાર્યને સાર્થક બનાવીએ.