અહિ આપને SchoolProના નવા વર્ઝનની લિંક આપેલી છે. ડાઉનલોડમાં સરળતા માટે 44 MB ની ફાઇલને 10 - 10 MB ના ભાગ કરેલ છે. નીચેની લિંક પરથી 5 ભાગ ડાઉનલોડ કરીને એક જ ફોલ્ડરમાં સાથે મૂકી SchoolPro 3.zip ફાઇલ ઓપન કરતા એક સેટઅપ ફાઇલ મળશે. ઓપન કરવા માટે zip સોફ્ટવેરની જરૂર નથી. Windows Explorerમાં પણ ઓપન કરી શકશો. અન્ય ભાગ ઓપન કરશો નહી.
અગાઉનું વર્ઝન વાપરતા હોય તો નવું વર્ઝન અલગથી ઇન્સ્ટોલ થશે. જેની અગાઉના વર્ઝનને કોઇ અસર નહી થાય. છતાં ડેટાબેઝનું બેકઅપ લઇ લેશો. નવું વર્ઝન અજમાવવા તમારી ડેટાબેઝને કોપી કરીને Data ફોલ્ડરમાં રીસ્ટોર કરી દેજો. અને ત્યારબાદ જુનુ વર્ઝન અન-ઇન્સ્ટોલ કરી શકો.
અજમાવવા માટે "અજમાવો" બટન ક્લિક કરો અને નામઃ admin અને પાસવર્ડ કોરો રાખીને લોગઇન થાઓ.
Download SchoolPro Primary 3.4.0 (Full Setup - Single File) (9751 Downlaods) File - msi Size - 45.0 MB ડેમો માટે "અજમાવો" બટન ક્લિક કરો અને UserName : admin Password કોરો રાખી લોગઇન થાઓ.
DOWNLOAD SchoolPro Update 3.4.3 (4475 Downlaods)
File - zip Size - 12.2 MB
જો આપે SchoolProનું અગાઉનું વર્ઝન 3.0 કે તે પછીનું ઇન્સ્ટોલ કરેલ હોય તો આ અપડેટ ફાઇલથી SchoolPro 3.4.2માં અપગ્રેડ કરી શકશો. અન્યથા નવા ઇન્સ્ટોલેશન માટે Full Setup ડાઉનલોડ કરી લો. અપડેટ કરતા પહેલા ડેટાબેઝ બેકઅપ લઇ લેવું...
કમ્પ્યૂટરની જરૂરી લઘુતમ ક્ષમતા
- ઓપરેટિંગ સિસ્ટમઃ 32 કે 64 bit Windows 7, Windows 8 , Windows 10
- RAM: 1 GB (આદર્શઃ 4 GB)
- .Net Framework 3.5 (Windows 8, 10 માટે)
- MS Access 2007 અથવા MS Access 2010 અથવા MS Access 2013
ગુજરાતી યૃનિકોડ કીબોર્ડ સેટ કરવું.
આ સોફ્ટવેરનું યુઝર ઇન્ટરફેસ સંપૂર્ણપણે ગુજરાતી છે. તથા તમામ માહિતી ગુજરાતી યુનિકોડમાં લખવાની હોઇ ગુજરાતી કીબોર્ડ લેઆઉટ જરૂરી છે. આપને કોઇપણ પ્રકારના ફોન્ટ ટાઇપ કરતા આવડતું હોય તો યુનિકોડ ફોન્ટ સરળતાથી ટાઇપ કરી શકશો. આ માટે તમારે SchoolPro Keyboard / Indic / Google Transliterator ઇન્સ્ટોલ કરીને ગુજરાતી ટાઇપ કરી શકશો.આ વિશે વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
Windows7 અને Windows8 માં ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કરવું, અને પછી ઇચ્છિત ગુજરાતી કીબોર્ડ લેન્ગવેજ બારમાં ઉમેરવું. અહિં ક્લિક કરો.
.NET FRAMEWORK 3.5 SP1 ( WINDOWS 8 માટે)
.NET Framework એ Microsoftની સામાન્ય પ્રોગ્રામિંગ લેંગ્વેઝ લાઇબ્રેરી છે. આ સોફ્ટવેર માટે .NET Framework 3.5 SP1 જરૂરી છે. Windows 7 માં આ લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરાવાની આવશ્યકતા નથી કારણ કે ઇન્સ્ટોલ હોય જ છે. Windows 8 માટે આ લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરવી આવશ્યક છે.
Windows 8 માટે નીચેના સ્ટેપ અનુસરો.
- Windows 8 DVDને કમ્પ્યૂટરમાં નાખો.
MS ACCESS 2007 કે તેનાથી નવું(MS OFFICE 2007 હેઠળ MS ACCESS 2007 ઇન્સ્ટોલ કરેલ હોવું જોઇએ)
આ સોફ્ટવેર માહિતીના સંગ્રહ માટે MS Access 2007 દ્વારા બનાવેલી ડેટાબેઝનો ઉપયોગ કરે છે. આથી તેથી આપના કમ્પ્યૂટર પર MS Access 2007 ઇન્સ્ટોલ કરેલ હોવું જોઇએ. જે MS Ofiice 2007 સાથે આવે છે. તેથી MS Ofiice 2007 ઇન્સ્ટોલ કરવું
SCHOOLPRO PRIMARY ઇન્સ્ટોલેશન
SchoolPro Primary ઇન્સ્ટોલ કરતા પહેલા ઉપરોક્ત પૂર્વજરૂરિયાતો ચકાસી લો. ત્યારબાદ નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરો અને સૂચનાઓ મુજબ આગળ વધો. વિસ્તૃત વિગતો માટે SchoolPro માર્ગદર્શિકાનો અભ્યાસ કરી લો.
૧.આ પેકેઝમાં આપેલી સેટઅપ ફાઇલ SchoolPro Setup.exe ઓપન કરો.
૨. જો આપ Windows Vista કે Windows7 પર ઇન્સ્ટોલ કરતા હશો તો આપને Administration પરવાનગી માટે પૂછશે. Yes ક્લિક કરી પરવાનગી આપો.
૩. ઇન્સ્ટોલર વિન્ડો પરની સૂચના વાંચી Next ક્લિક કરતા જાઓ અને ઇન્સ્ટોલેશન પુરુ કરો.
ઇન્સ્ટોલેશન પુરુ થતા આપના ડેસ્કટોપ પર અને સ્ટાર્ટ મેનુમાં શોર્ટકટ ઉમેરાશે. આ પ્રોગ્રામ ખોલતા આપને આપને Administration પરવાનગી માટે પૂછશે. Yes ક્લિક કરી પરવાનગી આપો એટલે પ્રોગ્રામ ઓપન થશે. ડેમો માટે "અજમાવો" બટન ક્લિક કરો અને UserName : admin અને Password કોરો રાખી લોગઇન થાઓ